Morbi: મોરબીના જુના રફાળેશ્વર રોડ પર ડંપિંગ સાઇટ સામે આવેલા તળાવમાં આજે ત્રણ યુવાનો ન્હાવા પડ્યા હતા. જેમાંથી બે યુવાન બહાર નીકળી ગયા હતા અને એક યુવાન ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ પહોંચી શોધખોળ શરૂ કરી છેમોરબીમાં હમણાં પાણીમાં છેલ્લા એક મહિનામાં પાણીમાં ડૂબવાની આ ત્રીજી ઘટના બની છે. જેમાં જુના રફાળેશ્વર રોડ પર આવેલ પાલિકા ડંપિંગ સાઈટની સામે આવેલા રફાળેશ્વરના તળાવમાં આજે ત્રણ યુવાનો ગરમીથી રાહત મેળવવા તળાવમાં ન્હાવા પડ્યા હતા. આ ઘટનામાં એક યુવાન ડૂબ્યો હતો અને બે લોકો બહાર નીકળી ગયા હતા.ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવાનની શોધખોળ શરૂ કરી છે