ખેલ મહાકુંભ 2.0માં રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં મોરબીના સ્પર્ધકો ચમક્યા

- text


અંડર 17 બહેનોમાં મારવણીયા કાવ્યાએ ગોલ્ડ મેડલ જીત્યો

મોરબી : રાજકોટ અને વડોદરા ખાતે ખેલ મહાકુંભ 2.0 રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન તારીખ 19-5-2024 થી તારીખ 24-5-2024 દરમ્યાન થયું હતું. જેમાં મોરબીના ખેલાડીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આ ખેલ મહાકુંભ 2.0માં પ્રત્યેક જીલ્લામાંથી સારું પ્રદર્શન કરતા 5 પ્લેયર્સે ભાગ લઇ શકે છે. આમ રાજ્યના અલગ અલગ કેટેગરીમાં 600 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મોરબીના ખેલાડીઓએ મેદાન માર્યું છે.

- text

આ બેડમિન્ટન સ્પર્ધામાં અંડર 17 બહેનોમાં મારવણીયા કાવ્યાએ ગોલ્ડ મેડલ અને અંડર 14 બહેનોમાં મારવણીયા પંક્તિએ સિલ્વર મેડલ જીત્યો છે. તેમજ અંડર 14 ટીમ બહેનોમાં પટેલ સાચી, પણ ધાર્મી મૈયડ, આસ્થાબા ઝાલા, પંક્તિ મારવણીયાએ મોરબી જિલ્લાને સિલ્વર મેડલ અપાવી રાજ્યકક્ષાએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે.

- text