ખાખરાળા આરોગ્ય કેન્દ્ર દ્વારા મેન્સ્ટ્રુલ હાઇજીન ડેની ઉજવણી

- text


 

મોરબી : ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નેશનલ મેન્સ્ટ્રુલ હાઇજીન ડેની ઉજવણી કરવામાં આવી હતી. મેડીકલ ઓફીસર ડો.એસ.એચ.જીવાણીની સુચના મુજબ એસ.એમ.જાવિયા તથા ઇનચાર્જ કોમલબેનના માર્ગદર્શનમાં આરોગ્ય કેન્દ્રના ગામો ખાખરાળા, જેપુર, લુટાવદર, પીપળીયા, માનસર, વનાળીયા વગેરે ગામમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીનો મુખ્ય હેતુ ગામમા મહિલાઓમાં માસિક ધર્મ દરમ્યાન રાખવાની થતી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો છે. સેનેટરી પેડનો નિકાલ, ઉપયોગ, કાઉનસીલીંગ, માસીક દરમ્યાન સ્વચ્છતા વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ રેલીનુ પણ આયોજન કરવામાં આવેલ હતુ. સાથે મેન્સ્ટ્રુલ આર્ટ એન્ડ ક્રિએટિવ વર્કશોપનું પણ આયોજન કરવામા આવેલ હતુ. જેમાં અલગ અલગ ચિત્રો બનાવીને ગામ લોકોને સમજાવવામા આવ્યા હતા.

- text

- text