બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેની ઉજવણી

- text


મોરબી : બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેની ઉજવણી કરવામાં આવી હતી. ડો.હિરેન પી.વાસદડીયાની સૂચના હેઠળ આ ઉજવણીમાં વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગામની કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ સાઇકલ દરમ્યાન શું-શું કાળજી રાખવી જોઈએ તથા પીરિયડ દરમ્યાન કિશોરીઓને પડતી તકલીફો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, વિવિધ એક્ટિવિટી તથા રંગોળી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બગથળાના ફિમેલ હેલ્થ વર્કર મીના પારીયા દ્વારા જહેમત ઉઠાવામાં આવી હતી.અને તમામ આશા વર્કર બહેનો પણ હાજર રહ્યા હતાં.

- text

- text