મોરબીના ત્રાજપર ગામે બનેલી ઘટનામોરબી : મોરબીના ત્રાજપર ગામે મિત્રને થયેલા ઝઘડા બાદ આરોપીઓ પાસે સમાધાન માટે ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોએ છરી તલવાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ત્રાજપર ગામે રામજી મંદિર વાળી શેરીમાં રહેતા રવિભાઈ અશોકભાઈ વરાણીયા નામના યુવાનના મિત્ર લાલભાઈને આરોપી મનસુખ ઉર્ફે મચો રમેશભાઇ વરાણીયા કરખજીભાઇ ઉર્ફે હકો જીવણભાઇ અદગામા, પ્રવિણભાઇ ઉર્ફે ઉગો જગમલભાઇ અદગામા, કાનાભાઇ હકાભાઇ અદગામા અને કાનાભાઇ હરખજીભાઇ ઉર્ફે હકાભાઇ અદગામા સાથે ઝઘડો થતા ફરિયાદી રવિ સમાધાન માટે જતા ચારેય આરોપીઓએ એક સંપ કરી ઢીકા પાટુનો માર મારી તલવાર અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી બી ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.