હળવદના દેવીપુર ગામની સિમમાંથી 60 હજારના દેડકા ચોરાયા

- text


હળવદ : હળવદ તાલુકાના દેવીપુર ગામની સીમમાં કેનાલ કાંઠે ખેડૂતોએ સિંચાઈ માટે મુકેલા રૂપિયા 60 હજારની કિંમતના 6 દેડકા એટલે કે ઇલેક્ટ્રિક મોટર કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી જતા બનાવ અંગે દેવીપુર ગામે રહેતા અંબારામભાઈ પ્રભુભાઈ દલસાણીયા ઉ.54 નામના ખેડૂતે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

- text