મોરબી : મોરબીના નગર દરવાજા અંદર આવેલ બજારમાં વાસણના યુવાન વેપારીએ કોઈ અગમ્ય કારણોસર દુકાનમા આવેલ નવેરામાં લોખંડની એન્ગલ સાથે કાર્ટૂન પેક કરવાની પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નગર દરવાજા બજાર લાઈનમાં કે.કે.વાસણ નામની દુકાન ધરાવતા અને રુગનાથજી મંદિર સામે રહેતા ચંદ્રેશભાઈ અશ્વિનભાઈ કાગડા ઉ.34 નામના વેપારીએ ગઈકાલે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાની દુકાનમા આવેલ નવેરામાં લોખંડની એન્ગલ સાથે કાર્ટૂન પેક કરવાના ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળેફાંસો ખાઈ લેતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.