મોરબીના રફાળેશ્વર નજીક પત્ની વિશે અભદ્ર શબ્દો બોલી સાત શખ્સોનો હુમલો

- text


વાંકાનેરના સાત શખ્સોએ હુમલો કર્યા બાદ બોલેરોમા નુકશાન કર્યું

મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક રિસામણે ગયેલ પત્ની વિરુદ્ધ અભદ્ર શબ્દ બોલી વાંકાનેરના નવા ઢુંવા ગામના શખ્સે અને તેમના મળતીયા સાત શખ્સોએ પાંચ વ્યક્તિને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી બોલેરો ગાડીના કાચ ફોડી નાખતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ મચ્છુનગરમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ફરિયાદી મહેશભાઈ ઉર્ફે ફૂલો ભીખાભાઇ સિંધવે ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે તેમના મોટાભાઈ બાબુભાઈના પત્ની અનિશાબેન છેલ્લા ચાર મહીનાથી રિસામણે વાંકાનેર ખાતે હોય આરોપી ભીમા ખદાભાઈ ઉર્ફે ભીખાભાઇ સિંધવે બાબુભાઈને ફોન કરીને કહ્યું હતું કે, તારી પત્ની મારી રખાત છે, તારામાં તાકાત હોય તો હાલ્યો આવજે તેમ કહેતા બાબુભાઈના કૌટુંબિક ભાઈ ભીમાભાઈ અને ફઇના દીકરા જીતેશભાઈ સાહિતનાઓએ આરોપીઓને સામે પડકાર ફેંકી કહ્યું હતું કે તમે પાણીયાળા હોય તો હાલ્યા આવો કહેતા ઝઘડો વકર્યો હતો.

- text

બીજી તરફ આરોપી નવઘણભાઇ ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે વાંકાનેર, ભીમાભાઇ ખદાભાઇ ઉર્ફે ભીખાભાઇ સિંધવ રહે ગામ નવાઢુવા તા. વાંકાનેર, સુરેશભાઇ ખદાભાઇ સિંધવ રહે ગામ નવાઢુવા તા.વાંકાનેર, ચંદ્રેશ ઉર્ફે ભા ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે વાંકાનેર, જયેશ ઉર્ફે ગાઢીયો માનાભાઇ સિંધવ રહે વાંકાનેર ચંદ્રપુર, સુરજભાઇ ઉર્ફે ટકો ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે વાંકાનેર ચંદ્રપુર અને હરેશભાઇ બટુકભાઇ પરમાર રહે.વાંકાનેર વાળાઓ રફાળેશ્વર નજીક ધસી આવ્યા હતા અને લોખંડના પાઇપ, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કરી ફરિયાદી તેમજ સાહેદોને માર મારી બોલેરો ગાડીમાં નુકશાન કરી જાનથી મારી નાખવા ધમકી આપી નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text