મોરબી – હળવદ રોડ ઉપર બાઈક સામસામે ટકરાતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી – હળવદ રોડ ઉપર ઘુંટુ નજીક સિરામિક ફેકટરીમાં નોકરી પૂર્ણ કરી હળવદના રાતભેર ગામે ઘરે પરત જઈ રહેલા યુવાનના બાઈક સાથે સામેથી આવતા બાઈક ચાલકે ટ્રકની સાઈડ કાપતા સમયે બાઈક અથડાવી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા બાઈક ચાલક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાતભેર ગામે રહેતા અને મોરબી લગધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં નોકરી કરતા સવજીભાઈ ગોકળભાઈ પડહારિયા પોતાના ઘેર રાતભેર પરત જતા હતા ત્યારે ગત તા.19ના રોજ જીજે – 36 – સી – 5080 નંબરના બાઈક ચાલકે ટ્રક ટ્રેલરની ઓવરટેક કરવા જતાં સવજીભાઈના બાઈક સાથે અકસ્માત સર્જતાં સવજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃતકના ભાઈ વિરમભાઈ ઉર્ફે ધમાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text