મોરબી : ગઈકાલે 24 મેના રોજ બપોરના સમયે મોરબીના સરદારબાગ પાસેથી હોમગાર્ડ જવાન મિલનભાઈ કિશોરચંદ્ર વોરાને એક મોબાઈલ મળી આવ્યો હતો. મિલનભાઈ વોરાએ આ મોબાઈલના મૂળ માલિક ગૌરીદલભાઈનો સંપર્ક કર્યો હતો અને રાત્રે રવાપર ચોકડી ખાતે તેઓને બોલાવી ખરાઈ કરીને મોબાઈલ પરત કર્યો હતો. હોમગાર્ડ જવાને મોબાઈલ મૂળ માલીકને પરત કરીને પોતાની પ્રામાણિકતા દાખવી હતી.