Morbi: રવિવારે રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ અને સ્કૂલબેગનું વિતરણ કરાશે

- text


- text

મોરબી : ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સિરામિકના સહયોગથી મોરબીમાં રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ અને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવશે. તારીખ 26 મેને રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી મોરબીના રવાપર રોડ પર ડાયમંડ બ્યૂટી પાર્લરની પાછળ કાલિકા પ્લોટ શેરી નંબર-3માં રાહતદરે એ-4 કોલેજબુક, ફુલસ્કેપ લોંગબુક, સ્ટાન્ડર્ડ નોટબુક, નાની નોટબુક, કંપાસ બોક્સ, સ્કૂલબેગ, ટ્રાન્સપરેન્ટ પેડનું વિતરણ કરવામાં આવશે.

તમામ બુક્સ ક્લાસમેટ કંપનીની આપવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે આ વિતરણ વ્યવસ્થાનો લાભલેવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 94262 21848, 94269 15234, 99781 80357, 94081 01954, 99795 92475, 98252 22692, 98254 45142 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text