મોરબીમા સફાઈ પ્રશ્ને પાલીકાના કર્મચારીની ફરજમાં રુકાવટ

- text


સફાઈ કામદારની ખોટી હાજરી પૂરો છો કહી યુવાન હાજરી કાર્ડ લઈ નાસી ગયો

મોરબી : મોરબીમાં સફાઈ વ્યવસ્થા ખાડે ગઈ છે ત્યારે ગઈકાલે સામાન્ય નાગરિકે સેનિટેશન વિભાગમાં બઘડાટી બોલાવી તમે સફાઈ કામદારની ખોટી હાજરી પૂરો છો કહી હાજરી કાર્ડ લઈ ભાગી જતા પાલિકા કર્મચારીએ નાગરિક વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ચિચા કંદોઈની શેરીમાં બરાબર સફાઈ થતી ન હોવાથી વિશાલ પ્રદીપભાઈ સેજપાલ નામના નાગરિકે સેનિટેશન વિભાગના કર્મચારી અશોકભાઈ જેન્તીભાઈ ઉઘરેજાની ઓફિસમાં આવી તમે સફાઈ કામદારની ખોટી હાજરી પૂરો છો કહી તેમના ઘર પાસે તેમજ દુકાન પાસે સફાઈ થતી ન હોય સફાઈ કર્મચારીઓને લઈને આવવા કહેતા બપોર બાદ સફાઈ માટે જતા કર્મચારી સાથે ગાળાગાળી કરવાની સાથે ઓફિસમાંથી સફાઈ કર્મચારીનું હાજરી કાર્ડ લઈ આરોપી વિશાલ ભાગી જતા અશોકભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજમાં રુકાવટ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text