ઘરના રૂમમાં પંખા સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં મૃત્યુ નીપજ્યુંમોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરા વિસ્તારમાં બાળકને ઠપકો આપવા મામલે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ પત્નીને લાગી આવતા ઘરના રૂમમાં પંખા સાથે કપડું બાંધી ગળાફાંસો ખાઈ લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવતા પરિણીતાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરામા મનીષ વિદ્યાલય પાસે રહેતા મંજુલાબેન દુદાભાઈ રાવા ઉ.35 નામના મહિલા છોકરાને ઠપકો આપતા તેમના પતિ દુદાભાઈ રાવાએ ઠપકો આપવાની ના પાડતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાબતે લાગી આવતા મંજુલાબેને ઘરના રૂમમાં પંખા સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા પ્રથમ રાજકોટ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.