દુકાનદારે પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી : ઘટના સીસીટીવીમાં કેદહળવદ : હળવદમાં તસ્કરો સક્રિય થયા હોય તેમ દિવસે અને રાત્રિના સમયે ચોરીના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે આજે શનિવારે સવારે હળવદ હાઇ-વે પર અજાણ્યા સીએનજી રીક્ષા ચાલકે દુકાન બહાર મુકેલા આઠ ટાયરો ચોરી જતા દુકાનદારે પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી આરોપીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.બનાવી જાણવા મળતી વિગતો મુજબ હળવદ હાઇવે પર આવેલ સરા ચોકડી નજીક ઇસનપુર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ દલવાડીની મારુતિ એલાઈમેન્ટ એન્ડ ટાયરની દુકાન આવેલી અહીં રિપ્લેસમેન્ટ માટે આવેલા આઠ ટાયરો કોઈ અજાણ્યા સીએનજી રિક્ષા લઈને આવેલ ચાલકે ટાયરની ચોરી કરી નાસી ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.બનાવને લઈ દુકાનદારે પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા લેખિતમાં ફરિયાદ આપી છે.