વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કાસાગ્રેસ સિરામિક ફેકટરીમાં સ્ટોરેજ વિભાગમાં કામ કરતા અનુરાગ મંગલી શેષપુર ઉ.26 નામના શ્રમિક યુવાન ઉપર પાવડર પડતા દટાઈ જવાથી અનુરાગનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.