મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવાયુ

- text


181 અભયમ હેલ્પ લાઈન દ્વારા સરનામું ભૂલી ગયેલ મહિલાને મદદ કરાઈ

મોરબી : મોરબી અભયમ ટીમ મહિલાઓ માટે સતત દોડતી રહે છે ત્યારે યાદશક્તિ ઓછી હોવાના કારણે સરનામું ભૂલી ગયેલી મહિલાની મદદ કરી મોરબી 181 અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

181 અભયમ ટીમને ફોન આવ્યો હતો કે કોઈ મહિલા ભુલી પડેલી છે. તેથી મોરબી 181 ટીમ આ મહિલાની મદદે પહોંચી હતી. જ્યાં સ્થળ પર પહોંચી ફોન કરનાર વ્યક્તિને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ મહિલા દોઢ કલાકથી તેમની દુકાન પાસે બેઠા છે. ત્યારબાદ આ મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેણે જણાવેલ કે, તેઓ પિતા માટે કોલ્ડ્રીક્સ લેવા માટે દુકાન પર આવ્યા હતા પરંતુ હવે તેઓને ઘરનું સરનામું યાદ નથી. આખરે ઘરનું સરનામું જાણીને 181 અભયમની ટીમ તેમના પિતા અને ભાઈ પાસે પહોંચી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની દીકરીને મગજની બીમારી હોય દવા ચાલુ છે અને તેથી તેઓને સરનામું યાદ રહેતું નથી. આખરે 181 અભયમ ટીમે આ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જેથી પરિવારજનો પણ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text