મોરબીમાં વાલ્મિકી સમૂહ લગ્ન સેવા સમિતી દ્વારા દસમો સમૂહ લગ્નોત્સવ યાજાશે 

- text


મોરબી : મોરબી વાલ્મિકી સમાજ દ્વારા દાતાઓના સહયોગથી આઠ સમુહ લગ્નની સફળતા બાદ સમસ્ત વાલ્મિકી સમુહ લગ્ન સેવા સમિતિ-મોરબી જીલ્લા દ્વારા તારીખ 25-5-2024ને શનિવારના રોજ દસમો સમૂહ લગ્નોત્સવ શ્રી સીટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેઈલ રોડ, મોરબી સીટી પોલીસ સ્ટેશન સામે, મોરબી ખાતે યોજાશે. જેમાં 10 વાલ્મિકી સમાજની 10 યુગલો પ્રભુતામાં પગલા માંડશે. આ સમૂહ લગ્નમાં દીકરીઓને કરીયાવારમાં સોના- ચાંદી સહિતની 73 વસ્તુઓ આપવામાં આપવામાં આવશે.

- text

આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભ તથા મંડપ માટે હર્ષદભાઈ ત્રિભોવનભાઈ વાંસદડીયા, જયેન્દ્રસિંહ રાણા, જયદેવભાઈ એન.વાધેલા સહિતના દાતાઓ દ્વારા સહકાર આપવામાં આવી રહ્યો છે. સમૂહ લગ્ન માત્ર લગ્ન ઉત્સવ નથી પરંતુ સમાજના ઉત્થાનમાં આગળ વધવાની પહેલ છે. સમાજમાં લોકોમાં જાગૃતતા આવે અને મોંઘવારીના સમયને નાથવાની પહેલ છે.

- text