અંતે મોરબી પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરુ

- text


શહેરના 14 જેટલા નાલાની સફાઈ માટે 2 જેસીબી, 1 હિટાચી અને 6 ટ્રેકટર કામે લગાડ્યા 

મોરબી : મોરબી કલેકટરે તાજેતરમાં જ પ્રિ મોન્સૂન અંગેની મિટિંગ યોજી યોગ્ય રીતે કામગીરી કરવાંની સૂચના આપવામાં આવતા મોરબી નગર પાલિકા દ્વારા શહેરમાં રહેલા 14 જેટલા નાલાની સફાઈ છેલ્લા એક સપ્તાહથી શરુ કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાલિકાની ટીમ દ્વારા છેલ્લા એક સપ્તાહથી પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત હોકરા (નાલા ) સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું . જેમાં હાલ વિસીપરા, બુઢા બાવા શેરી, અંબિકા રોડ, સામા કાંઠે ઋષભનગર પાસે એમ મળી ચાર જગ્યાએ 2 જેસીબી, 1 હિટાચી અને 6 ટ્રેકટર દ્વારા નાલા સફાઈ અભિયાન શરુ કરવામાં અવાયું છે અને અત્યાર સુધીમાં 50 જેટલા ટ્રેકટર કચરો કાઢવામાં આવ્યો છે અને શહેરના 14 જેટલા નાલા છે તમામ સાફ ન થઇ જાય ત્યાં સુધી આ કામગીરી કરવામાં આવશે. જો કે, નાલા અને બુગદા યોગ્ય રીતે સફાઈ થઇ છે કે નહિ અને પ્રિમોન્સૂન કામગીરી કેટલી થઈ છે એ તો વરસાદ પડે ત્યારે જ ખબર પડશે.

- text

- text