વાંકાનેરમા સફાઈ કામદાર મહિલાને લાકડી ફટકારી દેવાઈ

- text


વાંકાનેર : વાંકાનેર શહેરની મુખ્ય બજારમાં મેહુલ ટેલિકોમ સામેની શેરીમાં મહિલા સફાઈ કામદારને તું બરાબર સફાઈ કરતી નથી કહીને એક શખ્સે લાકડી ફટકારી દઈ આડેધડ માર મારવાની સાથે ગાળો ભાંડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની મુખ્ય બજારમાં મેહુલ ટેલિકોમની સામેની શેરીમાં વાંકાનેર નગર પાલિકાના હંગામી સફાઈ કામદાર શારદાબેન ચેતનભાઈ ચૌહાણ કામ કરતા હતા ત્યારે આરોપી સવજી જેઠાભાઇ સારેસાએ શારદાબેનને તું અહીં બરાબર સફાઈ કરતી નથી તેમ કહી ગાળા ગાળી કરી લાકડી વડે આડેધડ મૂંઢ માર મારતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text