હળવદના સુંદરીભવાનીમા ફાયર ક્લેની બેફામ ખનીજ ચોરી

- text


મોરબી ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી હિટાચી અને બે ડમ્પર સહિત એક કરોડની મુદ્દામાલ કબ્જે કર્યો

હળવદ : હળવદ તાલુકાના સુંદરીભવાની ગામની સીમમાં ખનીજચોરો દ્વારા ફાયર કલે ખનીજનું ખોદકામ કરી બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની બાતમીને આધારે ખાણ ખનીજ વિભાગ મોરબી દ્વારા દરોડો પડવામા આવતા ખનીજ ચોરી મામલે એક હિટાચી અને બે ડમ્પર પકડી પાડી એક કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ખનીજ ચોરો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેર અને તેમની ટીમને હળવદ તાલુકાના સુંદરીભવાની ગામની સીમમાં ફાયર ક્લેનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા ખનીજ વિભાગની ટીમે દરોડો પાડતા SANY કંપનીના એક્સકેવેટર મશીન વડે ફાયર ક્લેનું ખોદકામ કરી ડમ્પર નંબર GJ-36-X-9969 અને ડમ્પર નંબર GJ-36-X-4234માં ફાયરકલે ખનીજનું પરિવહન કરવામાં આવતું હોવાનું ખુલતા અંદાજે એક કરોડની કિંમતના ત્રણેય વાહનો કબ્જે કરી હળવદ પોલીસને સોંપી આપવામાં આવ્યાં હતા.

વધુમાં ફાયર કલે ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરવાનું કામ હિટાચી મશીનના માલિક હળવદ તાલુકાના સુંદરીભવાની ગામના ધરમશીભાઈ દાજીભાઈ સોલંકી દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે અને હાલમાં ત્રણેય વાહનો ગેરકાયદેસર રીતે ફાયર કલેના ખોદકામ કરવા બદલ સિઝ કરી આકરો દંડ ફટકારવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ભૂસ્તર શાસ્ત્રી વાઢેરે જણાવ્યું હતું.

- text

- text