મોરબીના કુલીનગરમા રહેણાંકમાથી વિદેશી દારૂની 55 બોટલ પકડાઈ, બે આરોપી ફરાર

- text


મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેણાંકમાં વિદેશી દારૂનો વેપાર થતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી રહેણાંકમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 55 બોટલ કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન બે આરોપીઓ હાથ ન લાગતા બન્નેને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમ નજીક કુલીનગરમાં રહેતો આરોપી મોસીન જુમાભાઈ માલણી પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી આરોપી સાજીદ કાદરભાઈ લધાણી સાથે મેળાપીપણું કરી વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપી મોસીનના ઘરમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 55 બોટલ કિંમત રૂપિયા 21,670 મળી આવતા પોલીસે દરોડા સમયે હાજર નહિ મળી આવેલા બન્ને આરોપીઓને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

- text