- text
મોરબી : મોરબીમાં સંગીતાબેન ભાટિયાની સ્મૃતિમાં કુંડારિયા અને ભાટિયા પરિવાર દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં 81 રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.
સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના આત્માની શાંતિ અર્થે મોરબીના સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા 81 જેટલા સગા, વ્હાલા, સંબંધીઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવા કુંડારિયા અને ભાટીયા પરિવાર તેમજ નવનીતભાઈ કુંડારિયા સહિતના પરિવારજનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)