મોરબીના પીપળી રોડ ઉપર છ સિરામિક ફેકટરીઓ ડીજીજીઆઈની ઝપટે

- text


ગઈકાલ બપોરથી અમદાવાદ અને રાજકોટની 50 અધિકારીઓની ટીમ દ્વારા તપાસ

મોરબી : કબૂતરબાજી સમાન ઇ- વે બિલ કૌભાંડમાં ગઈકાલે અમદાવાદ અને રાજકોટ ડીજીજીઆઈના 50 જેટલા અધિકારીઓની ફૌજે મોરબીના પીપળી રોડ સહિતના વિસ્તારમાં સપાટો બોલાવી તપાસ શરૂ કરતા સિરામિક ઇન્ડસ્ટ્રીઝ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીરામીક એસોસીએશનના દ્વારા અગાઉ લોકસભા ચૂંટણી પૂર્વે બોગસ ઇ વે બિલ મામલે ડીજીજીઆઈને કરવામાં આવેલ ફરિયાદ બાદ એક કૌભાંડી શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. જો કે બાદમાં તપાસ ધીમી પડી ગઈ હતી. દરમિયાન ચૂંટણી પૂર્ણ થતાં જ ગઈકાલે અમદાવાદ અને રાજકોટના ડીજીજીઆઈના 50 અધિકારીઓની ટીમ મોરબીમાં ત્રાટકી હતી.

વધુમાં ગઈકાલે બપોરથી ડીજીજીઆઇની ટીમોએ પીપળી રોડ ઉપર આવેલ લેમોરેકસ, લુફ્ટોન, લોવેલ, લિયોના, ક્રેવિટા અને મોંજો સીરામીક ફેકટરીમાં તપાસનો ધમધમાટ શરૂ કરતા સિરામિક આલમમાં ચકચાર જાગી છે.

- text

- text