મોરબીમાં કમરમાં દુઃખાવો ઉપડયા બાદ રાજસ્થાની યુવાનને હાર્ટએટેક આવી ગયો 

- text


દેવસોલ્ટ ફેકટરીમાં કામ કરતા યુવાનનું અકાળે મૃત્યુ

મોરબી : માળીયા મિયાણા – કચ્છ હાઇવે ઉપર દેવસોલ્ટ નામની ફેકટરીમાં કામ કરતા રાજસ્થાની યુવાનને કમરમાં દુઃખાવો ઉપડયા બાદ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા – કચ્છ હાઇવે ઉપર આવેલ દેવસોલ્ટ નામની ફેકટરીમાં કામ કરતા લોકેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ ઉ.31 નામના રાજસ્થાનના વતની યુવાનને અચાનક કમરમાં દુઃખાવો ઉપડયા બાદ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન છાતીમાં દુઃખાવો ઉપડતા હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text