તાલુકા પોલીસની કાર્યવાહી : દારૂ-બિયરનો જથ્થો આપનાર શખ્સનું નામ ખુલતા તેની શોધખોળમોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન જવાના કાચા રસ્તેથી તાલુકા પોલીસે કારમા રૂ.૯૫ હજારનો દારૂ અને બિયરનો જથ્થો લઈ જતા બે શખ્સોને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન જવાના કાચા રસ્તેથી એક સફેદ કલરની ક્રેટા કાર રજી.નં. GJ-07-DA-0050 વાળીમાં ઇગ્લીશ દારૂ ભરી ખોખરા હનુમાન તરફથી માળીયા-મોરબી હાઇવે તરફ જનાર છે. આ બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમે વોચ ગોઠવતા આ કાર મળતા ચેક કરતા કારની પાછળની સીટમાં તથા ડેકીમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની નાની-મોટી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૫૮ કિં.રૂ.૭૭,૫૨૦/- તથા બીયર નંગ-૧૭૪ કિં.રૂ.૧૮,૩૦૦/- મળી ઇંગ્લીશ દારૂની બોટલ તથા બીયર નંગ-૪૩૨ ફૂલ કિ.રૂ.૯૫,૮૨૦/- અને કાર મળી કુલ રૂ.૩,૯૫,૮૨૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ સાથે કારમાં સવાર આમીર રફીકભાઇ મોગલ ઉ.વ.૩૦, રહે. બજરંગ વાડી, જણેજા હોલની પાછળ, રાજકો, અનીશ રફીકભાઇ મોગલ ઉ.વ.૨૧, રહે. બજરંગ વાડી, જુણેજા હોલની પાછળ, રાજકોટને પકડી પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં માલ આપનાર તરીકે વિપુલભાઈ સોમાભાઈ રહે. પીપળી, તા.જી.મોરબીનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સેકટરશ્રી એન.આર.મકવાણા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, હરેશભાઇ આગલ, વનરાજભાઈ ચાવડા, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, કેતનભાઇ અજાણા, કુલદિપભાઇ કાનગડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા રોકાયેલ હતા.