વાંકાનેર : વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠમાં તા.28,29 અને 30 મે એમ ત્રણ દિવસ કન્યા કૌશલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં 14 વર્ષથી લઈને 23 વર્ષ સુધીના બહેનો ભાગ લઈ શકશે.આ શિબિરમાં આત્મવિશ્વાસ કેળવણી, તમારી અંદર રહેલ અનન્ય શક્તિની શોધ, આત્મ ગૌરવ વધારવા, નેતૃત્વ, કૌશલ્ય, તમારા પોતાના માર્ગને અનુસરવા, કઈ પ્રકારની કાળજી લેવી, વકીલાત કરવી આ સિવાય સામાજિક, ભાવાત્મક, કલાત્મક, શારીરિક, સલામત, સંવર્ધન, સમર્થન વગેરે જેવી બાબતો પર તજજ્ઞો દ્વારા બૌદ્ધિક તેમજ જીવન જીવવા માટેનું જ્ઞાન આપવામાં આવશે.આ શિબિરમાં માત્ર 50 બહેનો જ લેવાના હોય, વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન થશે. રજિસ્ટ્રેશન માટે અશ્વિનભાઈ રાવલ મો.નં.9825120978 તથા રાહુલભાઈ જોબનપુત્રા મો.નં.9265066096 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.