મોરબીમાં સાસરીમાં ગયેલા બનેવી ઉપર સાળો છરી લઈ તૂટી પડ્યો

- text


રિસમણે ગયેલ પત્ની અને પુત્રીને મળવા જતા સાળાનો પીતો છટક્યો

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર સાસરીમા પત્નીને તેમજ નાની બાળકીને મળવા ગયેલા જમાઈ ઉપર સાળાએ અહીં કેમ આવો છો અહીં આવવું નહિ કહી છરી વડે હુમલો કરી છરીના ત્રણ ઘા ઝીકી દેતા ઇજાગ્રસ્ત બનેલા બનેવીએ સાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટમા રહેતા ફરિયાદી મહમદરફીકભાઈ અબ્દુલભાઇ સેડાતે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે દોઢેક માસ પહેલા તેમના નાના ભાઈ સાથે બોલાચાલી થતા મહમદરફીકભાઈના પત્ની સલમાબેન તેણીના પિતાના ઘેર લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસે ચાલી ગઈ હોય ફરિયાદી મહમદરફીક અવાર નવાર તેમની 6 વર્ષની દીકરીને મળવા જતા હતા. ગઈકાલે રાત્રે પણ તેઓ પુત્રીને રમાડવા જતા આ વેળાએ વાવડી રોડ ઉપર રહેતો સાળો કાદર રજાકભાઈ ભટ્ટી પણ ત્યાં આવતા ઉશ્કેરાઈ ગયો હતો અને બનેવી મહમદ રફીકને જેમફાવે તેમ બોલી અહીં શુકામ આવો છો, અહીં આવવું નહિ કહીને ગાળો આપતા બનેવી સાથે આવું વર્તન નહિ કરવા સમજાવતા આરોપી કાદરે નેફામાંથી છરી કાઢી આડેધડ ત્રણ ઘા મારી દેતા મહમદરફીકભાઈના પુત્ર સહિતના લોકો આવી જતા આરોપી કાદર ચાલ્યો ગયો હતો અને જતા જતા જાનથી પતાવી દેવા ધમકી આપતા ઇજાગ્રસ્ત બનેલા મહમદરફીકભાઈની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સાળા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

- text

- text