માળીયા મિયાણા નજીક બેકાબુ ટ્રકે વિચિત્ર ત્રિપલ અકસ્માત સર્જ્યો

- text


ટ્રકની ટક્કરથી બોલેરો ચાલકનું મૃત્યુ, રીક્ષામા નુકશાન

માળીયા મિયાણા : માળીયા મિયાણા – કચ્છ હાઇવે ઉપર દેવ સોલ્ટ નજીક ટ્રક ચાલકે વિચિત્ર અકસ્માત સર્જી રોડની સાઈડમાં પડેલ રીક્ષાને ઠોકર મારી નુકશાન કરવાની સાથે બોલેરો ગાડીને હડફેટે લેતા બોલેરો ચાલકનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજયું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા – કચ્છ હાઇવે ઉપર દેવ સોલ્ટ નજીક એપી – 19 – ટીએક્સ – 7559 નંબરના ટ્રક ચાલકે ફરિયાદી હરેશભાઇ વાલાભાઈ ટોટા રહે.હરિપર કેરાળા વાળાની રોડની સાઈડમાં પડેલ સીએનજી રીક્ષાને ટક્કર મારી નુકશાન પહોંચાડવાની સાથે બોલેરો ગાડીને ઠોકર મારતા બોલેરો ચાલક મહેશભાઈ કારાભાઈ મૂંધવા ઉ.29 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે રીક્ષા ચાલક હરેશભાઇ ટોટાની ફરિયાદને આધારે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text