મોરબી : રાજકોટ ડીવીઝનના રાજકોટ-બિલેશ્વર સેકશનમાં આવેલ રેલવે ક્રોસીંગ નં. 120 (સોમનગર/રાજલક્ષ્મી ફાટક) અને રેલવે ક્રોસિંગ નં. 122 (દયાલ મિલ ફાટક) મેન્ટેનન્સ ની કામગીરી માટે 23 મે 2024 ના રોજ રાત્રે 22.00 વાગ્યાથી 24 મે 2024 ના રોજ સવારે 06.00 વાગ્યા સુધી એટલે કે કુલ 8 કલાક માટે બંધ રહેશે. રોડ ઉપયોગકર્તાઓ આ સમયગાળા દરમિયાન જૂના મોરબી ફાટક પર બનાવેલ રોડ ઓવર બ્રિજ નં. 217A નો ઉપયોગ કરી શકે છે.