Getco દ્વારા સબસ્ટેશન મેઇન્ટનન્સની કામગીરીનાં કારણે સવારે 7 થી બપોરે 1 સુધી પાવર કાપ રહશેમોરબી : ઘુંટું ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતી કાલ તારીખે 22નાં રોજ Getco દ્વારા સબસ્ટેશન મેઈન્ટનન્સની કામગીરી કરવામાં આવતી હોવાથી અનેક વિસ્તારોમાં વિજપુરવઠો બંધ રાખવામાં આવશે.આ અંગે ઘુંટું ઔદ્યોગિક પેટા વિભાગના નાયબ ઈજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 66 કે.વી. કાલીકનગર સબ સ્ટેશનમાંથી નીકળતા આલ્ફા, ડોનેટો, ગ્રેફોન, લેક્સસ, સેઝોન શુભ, રોલતાસ ગજાનંદ જે.જી.વાય, કૈલાશ ખેતીવાડી વગેરે વિસ્તારોમાં આવતીકાલ 22 તારીખે સવારે 8:00 થી બપોરે 1:00 કલાક સુધી વિજપુરવઠો બંધ રહેશે. જ્યારે 66 કે.વી. ઘુટુ રોડ સબ સ્ટેશન માંથી નીકળતા 11 કે.વી. ઘુંટું જે.જી.વાય, લેંજ, વિવાન્તા, સેપલ સિલ્ક તથા માંડલ ખેતીવાડી ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજ જોડાણોમાં સવારે 7:00 થી 1:00 કલાક સુધી વિજપુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.