મોરબી : પેરિંગ રેક મોડી આવવાને લીધે, 21 મે, 2024 ના રોજ હાપા થી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન ને રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન હાપા થી 21 મે, 2024 ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 08.30 ના ને બદલે 4 કલાક મોડી એટલે કે બપોરે 12.30 કલાકે ઉપડશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.તેમ યાદીમાં જણાવાયું છે.