આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ : આપણા દેશમાં ચા માત્ર એક પીણું જ નથી પરંતુ એક સેલિબ્રેશન છેમોરબી : આજે તા. ૨૧ મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે. ચાહ (પ્રેમ)થી એકબીજાને પીવડાવે તે પીણું એટલે ‘ચા’. પાણી પછી માનવીને પીણા તરીકે ઉપયોગમાં આવતું પીણું એટલે ‘ચા’. ચા એટલે ચાનાં પ્રોસેસ કરેલાં પાન ગરમ પાણીમાં ઉકાળી જરૃર પ્રમાણે દૂધ અને ખાંડ નાખી બનાવવામાં આવતું પીણું. ચા સૌ કોઈને ભાવે. સામેથી માગીને પીએ. એકબીજાને મળીને ચાની ચુસકી ભરતાં ગામ-ગપાટા, પોલીટીક્સ અને પોલ્યુશનની અને એવી ઘણી બધી વાતો કરવાનું ગમે એવી ‘સોશ્યાલાઈઝેશન’ માટેની કડી એટલે ‘ચા’.આપણા બધાના દિવસની શરૂઆત ચાની ચૂસકીથી થાય છે. ચા પીવાથી જાણે કે શરીર આળસ ખંખેરીને બેઠું થતું હોય તેમ લાગે છે. અને આમ જાણે અજાણે ચા આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. ચા વિના જાણે કે દિવસની શરૂઆત જ ન થતી હોય તેવું લાગે છે. તેથી આપણને ઘરે ઘરે ચાના બંધાણી જોવા મળી જાય છે.આપણા દેશમાં ચા માત્ર એક પીણું જ નથી પરંતુ એક સેલિબ્રેશન છે. ઘરે કોઈ મહેમાન આવી જાય, મિત્રો સાથે ટપરી પર જઈને ચા પીવી હોય, ઓફિસમાં મૂડ ફ્રેશ કરવું હોય, એનર્જી વધારવી હોય, ભૂખ મટાડવી હોય આ બધા માટે એક કપ ચા ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ આ એક કપ ચા તમારા માટે કોઈ ધીમા ઝેરથી ઓછી નથી.ચાનો ઈતિહાસબોટનીની ભાષામાં ‘કેમેલીઆ સીનેસીસ’ નામના છોડના પાંદડાને જુદી જુદી રીતે પ્રોસેસ કરીને અનેક જાતની ચા બનાવાય છે અને તેને અનેક નામ પણ આપેલાં છે. ૧૬મી સદીમાં પ્રથમવાર ચીનમાં ચા દવા તરીકે ચીનના હકીમો દર્દીને શક્તિ આપવા, જુસ્સો ચઢાવવા આપતા હતા. ૧૭મી સદીમાં બ્રિટનમાં ચાનો વપરાશ શરૃ થયો ત્યાંથી ભારતમાં ચાનું આગમન થયું. ચાના છોડને આસામ અને કુર્ગ (તામીલનાડુ)નું હવામાન ફાવી ગયું. આ પહેલાં ચા ચીનથી આવતી અને ત્યાર પછી બ્રિટનથી. અત્યારે આખી દુનિયામાં ભારતની ચા જાય છે. અચાના પ્રકારચાના છોડના પાંદડામાંથી બનાવવામાં આવે છે તે ચા જે દેશમાંથી આવે છે તે પ્રમાણે પ્રકાર ગણીએ તો ૧. ઈન્ડિઆ ટી ૨. ચાઈના ટી મુખ્ય છે. અને ત્રીજો પ્રકાર જુદા જુદા ઠેકાણેથી આવતો હોઈ હાઈબ્રીડ ટી ગણાય છે. આ ત્રણ પ્રકારની ચાને જુદા જુદા પ્રકારના પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. એ પ્રમાણે ગણતાં ચાની મુખ્ય જાતો… ૧. બ્લેક ટી ૨. ગ્રીન ટી ૩. વ્હાઈટ ટી ૪. હર્બલ ટી અને ૫. ઓલોંગ ટી ગણાય છે.ચા પર શાયરી૧. એણે અમસ્તું જ એક વાર પૂછેલું, ‘ચા પીશો ને?’ અને ચાને આજે પણ એમ છે કે હું એનો બંધાણી છું.૨.सुबह की चाय और इश्क दोनों एक जैसे हैं,हर बार वही नयापन और हर बार वही ताजगी।૩.शाम की इक चाय तुम्हारी, इक चाय हमारी,कुछ किस्से तुम्हारे और कुछ किस्से हमारे।૪.एक बात तो सौ टका सच्ची है दोस्तों,इश्क सुकून दे या न दे चाय सुकून जरूर देती है।૫.तुम कॉफी मांगोगे तो हम चाय देंगे,खूब उबल रही है जिंदगी हम भी हर घूंट का मजा लेंगे।૬.पूरी रात सनम के नहीं चाय के ख्वाब आते रहे,लगता है तुमसे ज्यादा अब चाय को चाहने लगे हैं हम।૭.जिंदगी में चाय न हो, तो जीने का क्या मजा, तुमसे ज्यादा मोहब्बत चाय से है,नहीं जमती मेरी बात तो हो जाओ खफा, मुझे चाय से ज्यादा नहीं किसी की परवाह।