મોરબી : મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં સૂર્ય દેવતા પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યા છે. અનેક શહેરોમાં આજે તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. ભાર તાપના કારણે વાહનોમાં આગ લાગવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં એક કન્ટેનરમાં તાપના કારણે આગ લાગી હતી.મોરબીમાં એક સિરામિક ફેક્ટરીમાં કન્ટેનરમાં ભારે તાપના કારણે આગ લાગી હતી. અચાનક આગ લાગતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. હાજર લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.