વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે અલગ અલગ બે દરોડામાં જિનપરા જકાતનાકા અને લક્ષ્મીપરા વિસ્તારમાંથી બે યુવકોને વિદેશી દારૂ અને બિયરના ડબલા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે જિનપરા જકાતનાકા નજીકથી આરોપી સાગર શામજીભાઈ સોલંકી રહે.જિનપરા વાળાને રૂપિયા 400ની કિંમતના બિયરના 4 ડબલા સાથે તેમજ બીજા દરોડામાં લક્ષ્મીપરા ચોકમાંથી આરોપી રાહુલ અશોકભાઈ ગોરીયા રહે.રાતીદેવળી રોડ, વાંકાનેર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.