કલેકટર કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં કર્મચારીઓએ આતંકી પ્રવૃત્તિ સામે લડવા લીધા શપથમોરબી : 21મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબી માહિતી બ્યુરો ખાતે આજના દિવસને આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિકારીઓ તેમજ કર્મચારીઓએ આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા માટે શપથ ગ્રહણ કર્યા હતા.આતંકવાદ સામે પૂરી તાકાતથી લડીને દેશમાં શાંતિ, સલામતી અને અહિંસાનું વાતાવરણ ફેલાવવા પ્રયાસ કરવામાં આવશે તો માનવ વિરોધી પ્રવૃત્તિ સામે પણ પૂરી તાકાતથી લડત આપવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.આ શપથ કાર્યક્રમમાં કલેકટર કે. બી. ઝવેરી, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર સંદીપકુમાર વર્મા અને વિવિધ વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓ જોડાયા હતા. માહિતી કચેરી મોરબીના કર્મીઓએ લીધા આતંકવાદ વિરોધી શપથ.મોરબી શાંતિ, સામાજિક સંવાદિતા અને સમજણ જાળવવા અને વિક્ષેપ અને માનવ મૂલ્યો માટે જોખમી પરિબળો સામે લડવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. ત્યારે ૨૧ મે નિમિત્તે માહિતી કચેરી મોરબીના ભરત ફુલતરીયા, પ્રવીણ સનાળીયા, તેજસ રૂપાણી, હિતેશ્રી દવે, જય રાજપરા, કિશોર ગોસ્વામી તથા સૌ કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા જેમાં સૌએ આતંકવાદ અને અહિંસા થી દૂર રહી રાષ્ટ્રની અસ્મિતા અખંડિતાના રક્ષણનો સંકલ્પ પણ કર્યો હતો.