દારૂના નશામાં મહિલા કર્મચારીઓ સાથે પણ ગેરવર્તન કર્યું : પોલીસ અંતે યુવકની અટક કરી : આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની માંગમોરબી : મોરબીનાં સામાકાંઠે જિલ્લા કલેકટર કચેરીની બાજુમાં જ આવેલા સો - ઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં એક યુવકે નશાની હાલતમાં અંદર ઘુસી ધમાલ મચાવી હતી અને હેલ્થ સેન્ટરના મહિલા કર્મચારીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. જોકે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે નશાની હાલતમાં ધમાલ મચાવનાર યુવકની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.સો - ઓરડી મેઈન રોડ પર બાલમંદિરમાં ચાલતા અર્બન હેલ્થ સેન્ટરમાં આજે એક યુવક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ધમાલ મચાવી હતી. નશામાં રહેલો શખ્સ આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર હાજર રહેલા મહિલા કર્મચારીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. દારૂના નશામાં રહેલો આ વ્યક્તિ સીસીટીવીમાં મહિલા કર્મચારીઓને ધમકાવતો નજરે પડી રહ્યો છે અને બહાર નીકળો તેમ કહીને ધમાલ મચાવતો નજરે પડી રહ્યો છે. અને અર્બલ હેલ્થ સેન્ટરમાં કર્મચારીઓને ધક્કે ચડવાયા હતા. દારૂના નશામાં રહેલો આ શખ્સ કાયદો હાથમાં લઈને આરોગ્ય કેન્દ્રમાં હાજર મહિલા કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી રોફ જમાવતો હોવાની અને વારંવાર આ રીતે ધમાલ કરતો હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે આજે પોલીસને જાણ કરતા પોલીસે યુવકની અટક કરી પોલીસ મથકે લઇ ગઈ હતી. હેલ્થ સેન્ટરનાં કર્મચારીઓએ અને આજુબાજુમાં રહ્યા લોકોએ આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.