મોરબી : ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સિરામિકના સહયોગથી મોરબીમાં આગામી તારીખ 26 મેના રોજ રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ અને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવશે.તારીખ 26 મેને રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી મોરબીના રવાપર રોડ પર ડાયમંડ બ્યૂટી પાર્લરની પાછળ કાલિકા પ્લોટ શેરી નંબર-3માં રાહતદરે એ-4 કોલેજબુક, ફુલસ્કેપ લોંગબુક, સ્ટાન્ડર્ડ નોટબુક, નાની નોટબુક, કંપાસ બોક્સ, સ્કૂલબેગ, ટ્રાન્સપરેન્ટ પેડનું વિતરણ કરવામાં આવશે.તમામ બુક્સ ક્લાસમેટ કંપનીની આપવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે આ વિતરણ વ્યવસ્થાનો લાભલેવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 94262 21848, 94269 15234, 99781 80357, 94081 01954, 99795 92475, 98252 22692, 98254 45142 પર સંપર્ક કરવા જણાવાયું છે.