મોરબી : મોરબીમાં પર્યાવરણ પ્રદુષણની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે તેના નિવારણ માટે અનેક સંસ્થાઓ અને સૌના સહયોગથી ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી દ્વારા ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ-ઉપાસનાનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 23 મે ને ગુરુવારના રોજ પૂર્ણિમાના પાવન દિવસે 551 ઘરે વૈદિક ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું છે. આ આયોજનમાં જોડાઈને કોઈપણ વ્યક્તિ પોતાના ઘરે વૈદિક ગાયત્રી યજ્ઞ કરી શકશે. 23 મેના રોજ સવારે 6 થી સાંજના 6 સુધી અનુકુળ સમયે જાતે યજ્ઞ કરી શકાશે. યજ્ઞ માટે સાહિત્ય, માર્ગદર્શન અને યજ્ઞની કિટ વિનામૂલ્યે આપવામાં આવશે. યજ્ઞ કરવા માટે મણીભાઈ ગડારા- 9428277391, વી.ડી. પડસુંબિયા- 9979285873, રામજીભાઈ બાવરવા- 9913101987, આંબાભાઈ કુંડારિયા- 9979873778, નરશીભાઈ અંદરપા- 9898320233, ઉદયભાઈ આર્ય- 9924949833, મહેશભાઈ ભોરણિયા- 9426802094, વિજયભાઈ રાવલ- 9428260393, મનુભાઈ કૈલા- 9825405076નો સંપર્ક કરવા જણાવાયું છે. યજ્ઞ કર્યા બાદ વોટ્સએપ નંબર- 6352299810 પર ફોટો પાડી મોકલવાનો રહેશે. આ કાર્યમાં વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ- મોરબી, આર્ય સમાજ લખધીરવાસ- મોરબી, આર્ય સમાજ દક્ષિણ- મોરબી, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ- મોરબી, મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ- મોરબીનો સહયોગ મળી રહ્યો છે.