જ્યોતિ બુદ્ધ અને વિરાટ બુદ્ધની મોરબીથી કચ્છ-ભુજ ખાતે બદલી કરાઈમોરબી : ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ કોર્ટના જજની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના બે જજની કચ્છ-ભુજ ખાતે બદલી કરવામાં આવી છે.મોરબીના ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જ્યોતિ વિરાટ બુદ્ધ મેડમની ચોથા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભુજ (કચ્છ) ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે મોરબીના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને એડિશનલ સેશન્સ જજ વિરાટ અશોક બુદ્ધ સાહેબની ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ભુજ (કચ્છ) ખાતે બદલી કરવામાં આવી છે.