મોરબી : મોરબી નજીક આવેલા નાની વાવડી ગામે તારીખ 19 મે થી 25 મે સુધી વાવડી હાઈસ્કૂલ ખાતે હસમુખભાઈ જોશીના યજમાન પદે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પર રાજકોટના જાણીતા કથાકાર અનિલભાઈ શાસ્ત્રી બિરાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા વક્તા ભાવિકોને રસ તરબોળ કરી રહ્યા છે. સમગ્ર કથામાં જોશી પરિવાર તથા વાવડી અને આસપાસના વિવિધ ગામડાના લોકો શ્રવણપાન કરી રહ્યા છે.