આજે વિશ્વ મધમાખી દિવસ : ઇકોલોજીકલ સિસ્ટમમાં મધમાખીની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો ઉદેશજાણો.. મધમાખી દિવસનો ઇતિહાસ અને મધમાખી વિષે રોચક વાતોમોરબી : વિશ્વ મધમાખી દિવસ 20 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. મધમાખીની ઘણી જાતો પર જમીન માટે વપરાતા જંતુનાશક દવા, સઘન કૃષિ અને હવામાન પલટાના બદલાવના કારણે જોખમ વધ્યું છે. માનવ પ્રવૃત્તિઓથી મધમાખીઓ પર તોળાતા જોખમ વિશે ચેતવણી આપવા માટે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને ઇકોલોજીકલ સિસ્ટમમાં મધમાખીની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃત કરવાનો છે.મધમાખીઓ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમના દ્વારા બનાવેલા મધ ખૂબ જ પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, તેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. આપણા ખોરાકમાં વપરાતા અનાજ, ફળો, શાકભાજી ઉગાડવામાં પણ મધમાખીની ભૂમિકા મહત્વની છે. તેમને ઉગાડ઼વામાં પરાગનયન એ આવશ્યક પ્રક્રિયા છે, જેમાં મધમાખીઓ મદદરૂપ થાય છે. મધમાખીઓ વૃક્ષના છોડના પરાગ કણોને એક છોડમાંથી બીજા છોડમાં લઈ જવામાં મદદ કરે છે, જેની મદદથી છોડમાં fertilizationની પ્રક્રિયાથી અનાજ, ફળો અને શાકભાજી ઉત્પન્ન થાય છે.મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે, જો પૃથ્વી પરથી મધમાખીઓ અદૃશ્ય થઈ જશે તો 4 વર્ષમાં માનવજાતનું અસ્તિત્વ આ દુનિયામાંથી ખતમ થઈ જશે. ચિંતાની વાત એ છે કે, માનવીય પ્રવૃતિઓની વિપરીત અસરો, વૃક્ષો અને છોડ પર જંતુનાશક દવાઓનો છંટકાવ, વધતું પ્રદૂષણ, ઔદ્યોગિકીકરણ વગેરેને કારણે સમગ્ર વિશ્વમાં મધમાખીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે અને જો આમ જ ચાલતું રહ્યું તો જીવનને નુકસાન થાય તેમા નવાઇ નથી.નિષ્ણાતોના મતે આપણું જીવન પરાગ રજકો પર નિર્ભર છે. તેથી, તેમના પર વધુ ધ્યાન આપવું અને જૈવવિવિધતાને નષ્ટ થતી અટકાવવી જરૂરી છે, મધમાખીઓ જૈવવિવિધતાના સંરક્ષણ, પ્રકૃતિમાં પર્યાવરણીય સંતુલન અને પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી ભૂમિકા ભજવે છે. પર્યાવરણીય પ્રણાલીમાં મધમાખીના મહત્વ અને તેમના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 20 મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે.વિશ્વ મધમાખી દિવસનો ઈતિહાસઆ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ યુનાઈટેડ નેશન્સ સમક્ષ 20 મે 2017ના રોજ મધમાખી ઉછેર કરનારા એસોસિએશન ઑફ સ્લોવેનિયાના નેતૃત્વ હેઠળ મૂકવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ ડિસેમ્બર 2017માં આ દિવસની ઉજવણી કરવાની મંજૂરી આપી હતી, ત્યારથી દર વર્ષે વિશ્વભરમાં 20 મેના દિવસને મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વ મધમાખી દિવસ 20 મે, 2018 ના રોજ મનાવવામાં આવ્યો હતો. આ વિશેષ દિવસ 20 મેના રોજ એન્ટોન જાન્સાના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે, જેને આધુનિક મધમાખી ઉછેર તકનીકના પિતા કહેવામાં આવે છે. એન્ટોન જાન્સાનો જન્મ 20 મે 1734ના રોજ સ્લોવેનિયામાં થયો હતો.મધમાખી વિષે રોચક વાતો1. વિશ્વમાં મધમાખીની લગભગ 20,000 પ્રજાતિઓ અસ્તિત્વમાં છે.2. મધમાખીના વસાહત એટલે મધપૂડામાં તેમની એક રાણી, કાર્યકર્તા અને ડ્રોન હોય છે. ડ્રોનમાં તમામ નર મધમાખી હોય છે, કાર્યકર્તા મધમાખી મધપૂડોને સાફ કરે છે. કાર્યકર્તા પરાગ અને અમૃત ભેગા કરે છે અને બાળકોની સંભાળ રાખે છે.3. ડ્રોન મધમાખી માત્ર રાણી મધમાખી સાથે સમાગમ માટે જ હોય છે.4. રાણી મધમાખી માત્ર ઇંડા આપવાનું કામ કરે છે.5. એક મધમાખી તેના સમગ્ર જીવનકાળમાં 12 ચમચી મધ બનાવે છે.6. મધમાખીઓ લોકશાહીને અનુસરે છે. નવું મકાન પસંદ કરવા માટે તેમના ગ્રુપમાં ચર્ચા કરવામાં આવે છે.7. અંતમાં મતદાન પણ થાય છે અને આ સમય દરમિયાન રાણી મધમાખી તટસ્થ રહે છે.8. મધમાખી ડાંસ દ્વારા વાતચીત કરી શકે છે અને નિર્ણય લઈ શકે છે. વેગલ નૃત્યની ગતિશીલતા લગભગ 20-30 મધમાખીને માળા માટેના શ્રેષ્ઠ સ્થાનને લઈને રાજી કરે છે, અને બાકીના ઝુંડ અને પંખોથી બીજી મધમાખીઓ વચ્ચે તેમના નિર્ણયને પહોંચાડે છે.9. શિકારીઓ મધપુડાનું રક્ષણ કરી રહેલી પુખ્ત મધમાખીને મારી નાખે છે અને યુવાન મધમાખીઓનો શિકાર કરે છે. આવા હુમલાઓથી બચવા માટે મધમાખીઓ પ્રાણીઓના તાજા મળ એકત્રિત કરે છે અને તેમના મધપૂડોના પ્રવેશદ્વારને તેનાથી બંધ કરતી જોવા મળે છે.