મોરબી : મોરબીના દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે હાલ તારીખ 17 મે થી 23 મે સુધી ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં આજે તારીખ 20 મેના રોજ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ પધારશે.નરનારાયણદેવ ગાદિ પીઠાધિપતિ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આજે 20 મેના રોજ મોરબીના સનસિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં પધારી હરિભક્તોને આશીર્વચન પાઠવશે. તો આ પ્રસંગે દરેક હરિભક્તોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.