હળવદ : હળવદ તાલુકાના કીડી અને રણમલપુર ગામે એસબીઆઈ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મોરબી અને રાજકોટના જીજ્ઞેશભાઈ ગોસ્વામી દ્વારા ગામની નિરક્ષર, બેરોજગાર અને પછાત બહેનો તથા સખી મંડળની બહેનો આર્થિક ઉપાર્જન કરી શકે તે હેતુથી તાલીમ કોર્ષના વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ વર્ગમાં જીજ્ઞેશભાઈ ગોસ્વામી દ્વારા વિવિધ તાલીમ કોર્ષ વિષે સંવાદ કરવામાં આવ્યો હતો અને તેમનું માર્કેટ ક્યાં, કઈ રીતે બનાવવું, વસ્તુ ક્યાં આપવી, કાચો માલ ક્યાંથી સરળતાથી મળી રહે તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ મિટીંગમાં હળવદ તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હળવદ તાલુકાના TLM, શિલ્પાબેન તથા APM જશુબેન, ઋત્વીબેન, અમિતભાઈ હાજર રહ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં બહેનોએ પણ હાજરી આપી હતી.