મોરબી: રવિવારે 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવ્યો હતો કે, એક અજાણી મહિલા મોરબી ઈન્દિરા નગરમાં એક દુકાન પાસે છેલ્લા છ કલાકથી બેઠા છે. મહિલા કાંઈ પણ બોલતા નથી અને કોઈનુ કાંઈ પણ માનતા નથી. મહિલા સાથે તેમનું એક બાળક પણ છે. મહિલા ખુબ જ રડે છે તેમજ ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે અહીંના લોકોએ ખૂબ પુછપરછ કરી પરંતુ મહિલા કાંઈ પણ બોલતા નથી અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.આ કોલ આવ્યા પછી અભયમની ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચ્યા હતા. મહિલાને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં. સૌપ્રથમ મહિલાને સાંત્વના આપવામાં આવી તેમજ અભયમ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.ત્યારબાદ મહિલાનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલું કે મહિલા ઉતરપ્રદેશના હોય અને મોરબીમાં એક કંપનીમાં કામ કરવામાં માટે છેલ્લા કેટલાક વર્ષોથી કંપનીમાં રહેતા હતા. મહિલા તેના પતિ અને તેમના બાળક સહિતના પરિવાર સાથે રહે છે. મહિલાના પતિ રોજ -રોજ દારૂ પીને મહિલા સાથે મારઝુડ કરતા હોય તેમજ ઘરમાંથી નીકળી જવાની વારંવાર ધમકીઓ આપતા હતા અને ઘર ખર્ચ માટે ઘરમાં પૈસા આપતા ન હતા. આ ઉપરાંત, દારૂ પીને રોજ ઘરે આવીને ગેરવર્તન કરતા હતા અને રોજ -રોજ નાની -નાની વાતે માનસિક રીતે તેમજ શારીરિક રીતે ત્રાસ આપતા હતા. આથી મહિલા આવા અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કંટાળીને તેમના બાળકને સાથે લઇ ને કોઈ ને પણ જાણ કર્યા વિના વહેલી સવારે ઘરેથી નીકળી ગયાં હતાં. આવાં અનેક પ્રકારના પ્રશ્ર્નોથી મહિલા મુજાયેલી હતી.આ પછી ટીમે મહિલાને આશ્વાસન આપેલું અને મહિલાને સમજાવેલું કે આવી રીતના ક્યારેય પણ ઘરેથી ન નીકળી જવું અને જીવનમાં ક્યારેય પણ આપઘાત નહીં કરવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી.અભયમ ટીમે આ મહિલાનાં પતિનું સરનામું પુછ્યું અને કંપનીનું સરનામુ પુછેલું. તેમનો કોન્ટેક્ટ નંબર મેળવી અને પતિ સાથે વાતચીત કરી. ટીમે કંપનીની મુલાકાત લીધી હતી. મહિલાએ જણાવેલું કે તેમના પતિ અને બાળક એમ ત્રણ સભ્યો જ રહે છે તેમના બીજા કોઈ સગા સંબંધી રહેતા નથી.મહિલાના પતિ એ જણાવેલું કે મહિલા નાની -નાની વાતે જીદ કરીને ઝઘડા કરે છે અને ઘરની બહાર નીકળી જાય છે. 181 ટીમે મહિલાના પતિનું કાઉન્સિલીગ કરતા જણાવેલું કે મહિલા સાથે મારઝુડ કરવી અને અપશબ્દો બોલવા એ કાયદાકીય રીતે ગુનો છે. મહિલા સાથે ગેરવર્તન ન કરવા અને માનસિક રીતે ત્રાસ ન આપવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી.