મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુગાર અંગેના બે અલગ અલગ દરોડા પાડી નવ આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે પ્રથમ દરોડામાં ગોકુલનગરમાંથી આરોપી શંકરભાઇ ટીકુભાઇ દેગામા રમેશભાઇ બાબુભાઇ દેગામા, શકતીભાઇ મંગાભાઇ થરેસા, આકાશભાઇ ધર્મન્દ્રભાઇ પાટડીયા અને વિરમભાઇ દેવશીભાઇ સારલાને રોકડા રૂપિયા 3500 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસ મકનસર ગામે બહુચર પાન પાછળથી આરોપી નટુભાઇ અમરશીભાઇ દેગામા, કલ્પેશભાઇ કાળુભાઇ ગુઢડીયા, મહેશભાઇ ધીરૂભાઇ દેગામા અને ગોપાલભાઇ ભુરાભાઇ વાહરેસીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.