ટંકારા : ટંકારા - અમરાપર રોડ ઉપરથી ટંકારા પોલીસે બાઈક ઉપર દેશી દારૂની હેરફેર કરતા આરોપી ભગવાનજી મનજીભાઈ વાઘેલા રહે.ટંકારા વાળાને 14 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 280 તેમજ 15 હજારના બાઈક સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 15,280નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.