રાસ ગરબા રમવા મામલે બોલાચાલી થયા બાદ બનેવી અને બનેવીના બનેવીએ પરાક્રમ કરતા સાળીએ ફરિયાદ નોંધાવીમોરબી : મોરબીના પીપળી ગામે ગાંધીનગરથી સાળીના લગ્નમાં આવેલા બનેવીએ રાસગરબા રમવા મુદ્દે સાસુ, સાળો અને પાટલા સાસુ સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પાટલા સાસુએ બનેવી તેમજ બનેવીના બનેવી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા હેતલબેન શૈલેષભાઇ વાઘેલા પોતાની નાની બહેનના લગ્ન હોય પીપળી ગામે માવતરના ઘેર ગયા હતા અને હલદીની રસમ બાદ દાંડિયા રાસ રમતા હતા ત્યારે થોડા સમય પહેલા પ્રેમલગ્ન કરનાર નાની બહેન શિવાનીને તેનો પતિ લઈ જતા બાદમાં ફરિયાદી હેતલબેન શિવાનીને બોલાવવા જતા બનેવી મનોજ રાણાભાઈ પરમાર રહે.ગાંધીનગર અને તેના બનેવી જીતેન્દ્રભાઈએ હેતલ સાથે ઝઘડો કરી હેતલ, તેણીની માતા અને ભાઈને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા હેતલ બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.