વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયામોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત લાલપરના મેડિકલ ઓફિસર ડો. દર્શન ખત્રી, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, અમિતાબેન મૂછડીયાના માર્ગદર્શન હેઠળ દિલીપ દલસાણીયા તેમજ અન્ય સ્ટાફ દ્વારા આરોગ્ય કેન્દ્રના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.ટેન્શન વિશે તો સૌ કોઈ જાણતા હોય છે પરંતુ હાઈપરટેન્શન વિશે ખૂબ ઓછા લોકોને ખ્યાલ હોય છે. હાઇપરટેન્શન એટલે કે, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા. ખૂબ નાની ઉંમરે લોકોમાં આ બીમારી આવી જતી હોય છે.લોકોમાં જાગૃતિ લાવવા હાઈપરટેન્શન ડે ઉજવાય છેવિશ્વ હાયપરટેન્શન દિવસ દરવર્ષે 17 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં હાઇ બ્લડપ્રેશર બીમારી વિશે જાગૃતિ લાવવાનો છે. હાયપરટેન્શન આપણે જાતે ઉભી કરેલી સ્થિતિ છે. તથા વધારે વજન, વધુ પડતું મીઠી ખાવું આ ઉપરાંત અન્ય કારણોસર પણ હાઈપરટેન્શનની બિમારી લાગૂ પડે છે.આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં ફળ અને શાકભાજી ન ખાવા, કસરતનો અભાવ, વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવું, ટેંશન લેવું વગેરે કારણે પણ હાઈપરટેન્શનની સમસ્યા સર્જાઈ શકે છે. હાઈપરટેન્શનમાં સતત માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, છાતીનો દુખાવો, ઉબકા અને ઉલ્ટી અને ક્યારેક નાકમાંથી લોહી નીકળવું વગેરે જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. હાયપરટેન્શનથી બચવા માટે, યોગ્ય સારવાર, ખોરાકમાં મીઠુંનું સેવન ઘટાડવું વગેરે જેવી પરેજી રાખવી પડે છે. હાઈપરટેન્શથી બચવા તથા હાઈપરટેન્શનની સમસ્યા ધરાવતા લોકોએ હૃદયને સ્વસ્થ રાખતો ખોરાક ખાવો જોઈએ.