તે કેમ ચેક બાઉન્સ કરાવ્યો ? યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો

- text


મોરબી : મોરબી શહેરમાં આવેલ પૂનમ કેસેટ નજીક યુવાનને રોકી તે કેમ મારા ભાઈએ આપેલ ચેક રિટર્ન કરાવ્યો કહી ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા ફરિયાદી અદિલભાઈ ગફારભાઈ સોલંકીને પૂનમ કેસેટ નજીક રોકી આરોપી અલી આરીફ કાસમાણીએ કહ્યું હતું કે, તે કેમ મારા ભાઈએ આપેલ ચેક રિટર્ન કરાવ્યો ? બાદમાં અન્ય આરોપીઓ પૈકી તૌફિક આરીફભાઈ કાસમાણી અને સમીર આરીફભાઈ કાસમાણીએ એક સંપ કરી ભૂંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારવાની સાથે લોખંડના પાઇપ વડે ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text