વોટ્સએપ કોલ કરી ગાળો આપતા અરજી બાદ ગુન્હો રજીસ્ટર કરાયોમોરબી : મોરબીના ભાજપ આગેવાન અને બિલ્ડરે પરસોતમ ચોકમાં પડયા પાથર્યા રહેતા દારૂના ધંધાર્થીઓના કરતૂતો અંગે પોલીસને જાણ કરતા આ બાબતની જાણ અસામાજિક તત્વોને થતા કોઈ સંજય ચૌહાણ નામના શખ્સે વોટ્સએપ કોલ કરી ગાળો ભાંડી ટાંટિયા ભાંગી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભાજપના આગેવાન રુચિર અનિલકુમાર કારીયાએ પરસોતમ ચોકમાં અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેસવાની સાથે દારૂનું વેચાણ કરતા હોય પોલીસને જાણ કરી હતી સાથે જ સોશિયલ મીડિયા ઉપર પોતે પોલીસને જાણ કરી હોવાની પોસ્ટ મુકતા આ પોસ્ટ વાયરલ થઈ હતી. બાદમાં સંજય ચૌહાણ નામના શખ્સે વોટ્સએપ નંબર 9638962945 ઉપરથી વોટ્સએપ કોલ કરી રુચિર કારીયાને બેફામ ગાળો ભાંડી ટાંટિયા ભાંગી નાખવા ધમકી આપતા રુચિર કારીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે અરજીના આધારે ત્વરિત ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.